Gandevi: ગણદેવીની અમલસાડ સરી કન્યાશાળામાં આનંદ મેળો યોજાયો.
તારીખ :૧૦-૦૨-૨૦૨૪નાં દિને ગણદેવીની અમલસાડ સરી કન્યાશાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા અલગ અલગ વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતાં. વાલીશ્રીઓ, એસ,એમ,સીનાં સભ્યો, ભૂતપૂર્વ વિધાર્થીઓ નવી નવી ચીજવસ્તુઓની ખરીદ વેચાણ, મૂ.કિ, પ.કિ, વે.કિ. નફો - ખોટ વગેરે જેવા શબ્દોથી અવગત થયા.
આચાર્યશ્રી અજુવેન્દ્રભાઈ પટેલ સહિત શાળા પરિવાર, એચ.ડી.માધ્યમિક શાળાનાં આચાર્યશ્રી વિભાબેન, વાલીઓ તેમજ ભાજપ અગ્રણી મથુરદાસની ઉપસ્થિતિ સાથે સૌએ અવનવી વાનગીની લિજ્જત માણી માણી હતી.
શાળા પરિવાર દ્વારા 'મૂલ્યલક્ષી જ્ઞાન' આનંદ મેળાના માધ્યમથી આપવાનો તેમનો પ્રશંસનીય પ્રયાસ હતો.
0 Comments