Editors Choice

3/recent/post-list

સ્વાતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ખેરગામ ખાતે મશાલ રેલી યોજાઈ.

  

l in
સ્વાતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ખેરગામ ખાતે મશાલ રેલી યોજાઈ.

તારીખ ૧૫-૦૮-૨૦૨૩ની પૂર્વ સંઘ્યાએ ખેરગામ ખાતે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પોલીસ પ્રશાસન પણ બાઈક રેલી સાથે જોડાયું હતું. આ મશાલ રેલીમાં નાતજાત રાજકાજ ભૂલી ખેરગામ તાલુકાના આગેવાનો, મહાનુભવો, પક્ષ - વિપક્ષના હોદ્દેદારો અને ગામનાં અબાલવૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા. આ મશાલ રેલી રાષ્ટ્રીય એકતાનાં પ્રતીક સમાન જોવા મળી હતી. આ રેલી  દશેરા ટેકરી મહાત્મા ગાંધી સર્કલ,થઈને બાબા સાહેબ આંબેડકર સર્કલ અને ખેરગામ બજાર સુધી યોજાઈ હતી. આખી રેલી તિરંગામય બની હતી. બાળકો જાતજાતની વેશભૂષામાં જોવા મળ્યા હતા. ખેરગામના કથાકાર પ.પૂજ્ય પ્રફુલ શુક્લ મહારાજે રેલીને સંબોધિત કરી આશીર્વચન પાઠવ્યા હતા. ખેરગામના પી એસ આઈ સાહેબ રેલીમાં ઉપસ્થિત રહી પોલીસ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.








Post a Comment

0 Comments