Editors Choice

3/recent/post-list

ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગામના ઉપલા ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારનું ઘર આગની ચપેટમાં આવતાં ભારે નુકશાન.

  


ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગામના ઉપલા ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારનું ઘર આગની ચપેટમાં આવી જતા ભારે નુકસાન થતાં અમારી સમસ્ત આદિવાસી સમાજની ટીમ દ્વારા પરિવારને આશરે 1-1.5  મહિના ચાલે એટલા અનાજ કરિયાણાની સહાય કરવામાં આવી.નોંધનીય બાબત એ હતી કે સવારે ઘર સળગ્યું અને સાંજ સુધીમાં તો ગામલોકોએ પાઘડી ફાળો કરીને નવા પતરા,જમવાની,ઢોર-ઢાંખર માટે ચારોપાણી સહિતની 90% વ્યવસ્થા કરી આપી માનવતા મહેકાવી ગ્રામ્યજનોની એકતાના દર્શન કરાવ્યા. ડૉ.નિરવ પટેલની ટીમ ત્યાં મદદ માટે ગઈ હતી ત્યારે પણ આશરે 250-300ની આસપાસ લોકોએ ઉપસ્થિત રહી યથાશક્તિ મદદરૂપ થવાના આ પ્રસંગને દીપાવ્યો.આ પ્રસંગે મંગુભાઇ,ઉમેશભાઈ,મયુર,કાર્તિક,ચકો મોગરાવાડી સહિતના ટીમના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

Post a Comment

0 Comments